મહારાષ્ટ્ર: નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં બ્લાસ્ટ, 9 લોકોના મોત

મહારાષ્ટ્રના નાગપુરની દારુગોળો બનાવતી કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં 10થી વધુ લોકો જીવતા સળગી ગયા હતા. મહત્વનું છે કે કંપની ડિફેન્સ ફોર્સ માટે ડ્રોન તેમજ દારૂગોળો બનાવે છે.

રવિવારનો દિવસ 10 પરિવાર માટે માતમી બન્યો. તેના પરિવારને સપને પણ ખ્યાલ નહીં હોય તેમના સ્વજનોનો આજે છેલ્લો દિવસ છે. 10 લોકો જે કંપનીમાં કામ કરતા હતા ત્યાં જે તેમને મરવાનો વારો આવ્યો. મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો છે. પોલીસે જણાવ્યું કે રવિવારે થયેલા બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે.

આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ સવારે 9 વાગ્યાની આસપાસ બજારગાંવ વિસ્તારમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝના કાસ્ટ બૂસ્ટર યુનિટમાં થયો હતો. મૃતકોમાં છ મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવાર માટે 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

કંપની નાગપુર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી છે. પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે લગભગ 9 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે વિસ્ફોટકોને પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો અને ત્યાં હાજર ઘણા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. સોલાર એક્સપ્લોઝિવના મુખ્ય દરવાજા સામે મોટી સંખ્યામાં કામદારોના પરિવારો એકઠા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *