વડોદરા બોટ દુર્ઘટનામાં આરોપીઓ સામે જાહેર કરાઈ લૂક આઉટ નોટિસ

વડોદરા બોટ દુર્ઘટના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગત આપી.

ઘટનાની વાત કરીએ તો વડોદરા બોટ દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોલીસ દ્વારા અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ સામે વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા લૂક આઉટ નોટિસ બહાર પાડી તેઓની શોધખોળ હાથ ધરી છે.

વડોદરા બોટ દુર્ઘટના મામલે પોલીસ કમિશ્નર દ્વારા વિગત આપવામાં આવી હતી. જેમાં અનુપમસિંહ ગેહલોતે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. તેમજ આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે પાસપોર્ટ ઓફીસની પણ મદદ લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ગઈકાલે આરોપીઓ પકડાયા તેમના મોબાઈલની ચકાસણી કરાઈ હતી. તેમજ આરોપીની કડકાઈથી પૂછપરછ પણ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *