લોકસભા સામાન્ય ચુંટણી-2024: પરવાનાવાળા હથિયાર જમા કરાવવા શહેર પોલીસ કમિશ્નરનો આદેશ

ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી સંદર્ભે તા. ૧૬ માર્ચ, ૨૦૨૪ના રોજ લાગુ કરવામાં આવેલી આચારસંહિતાના અનુસંધાને પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ એ રાજકોટ શહેરના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાનાવાળા હથિયાર જમા કરાવવા આદેશ આપ્યો છે. જે મુજબ હથિયારધારકોએ તેમના હથિયાર જાહેરનામું પ્રસિદ્ધથી દિવસ-૭માં રાજકોટ શહેરના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવાના રહેશે. સંબંધિત પોલીસ સ્ટેશન પરવાનેદારને તેમનું હથિયાર તા. ૬/૬/૨૦૨૪ બાદ પરત કરશે.


રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલી સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત), સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ તથા રાજય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરો, કેન્દ્ર સરકાર તેમજ કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલી હોય તેવા રાજય સરકારના અધિકારીઓ/કર્મચારીઓ અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તથા પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર એ ખાસ પરવાનગી આપેલી હોય, તેમને આ હુકમો લાગુ પડશે નહીં. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેનને તેમના હથીયાર જમા કરાવવામાં મુકિત આપવામાં આવે છે. આવા સિકયુરીટી ગાર્ડએ બેંકમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધીત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર પાસે રાખવાનું રહેશે. આ હુકમોનો ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *