લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસે ગુજરાતના આ 7 ઉમેદવારના નામ કર્યા જાહેર…જાણો નામ

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ બીજી યાદી જાહેર કરી દિધી છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર,  અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, કચ્છથી નીતિશ લાલન અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.

7 ઉમેદવારોના નામ

બનાસકાંઠા ગેનીબેન ઠાકોર

અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા

અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા

બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી

વલસાડ- અનંત પટેલ

પોરબંદર- લલિત વસોયા

કચ્છ – નીતિશ લાલન

કોંગ્રેસે મંગળવારે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં 6 રાજ્યોમાંથી 43 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આસામના 12, ગુજરાતના 7, મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 10, ઉત્તરાખંડના 3 અને દમણ ટાપુમાંથી 1 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે લોકસભા ચૂંટણી માટે અમારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને પણ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથને મધ્યપ્રદેશના છિંદવાડાથી ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી છે. આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈને જોરહાટથી ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસે મંગળવારે લોકસભા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની બીજી યાદીમાં 6 રાજ્યોમાંથી 43 નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આસામના 12, ગુજરાતના 7, મધ્યપ્રદેશના 10, રાજસ્થાનના 10, ઉત્તરાખંડના 3 અને દમણ ટાપુમાંથી 1 ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસની આ યાદીમાં 13 OBC, 10 SC, 9 ST અને એક મુસ્લિમ ઉમેદવાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *