Jammu Kashmir Terrorist Attack: રાજૌરી એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના સુરનકોટમાં સૈન્યના વાહન પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 5 જવાનો શહીદ થયા છે જ્યારે અન્ય ઘણા સૈનિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હુમલો ડેરા ગલી પીર ટોપા વિસ્તાર પાસે થયો હતો. મળતી માહિતી મુજબ સેનાએ ચાર્જ સંભાળી લીધો છે અને હાલમાં ફાયરિંગ ચાલુ છે.

ડેરા ગલી બુફિલેયાઝ રોડ પર આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના 5 જવાન શહીદ થયા છે જ્યારે ચાર જવાન ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને થન્ના મંડી, પૂંછ તરફ જતો રસ્તો બંધ કરીને આતંકીઓએ તેમની શોધમાં મોટા પાયે ઓપરેશન શરૂ કરી દીધું છે.

મળતી માહિતી મુજબ ડેરા કી ગલી જંગલમાં ટોપા પીર વિસ્તાર પાસે કેટલાક આતંકવાદીઓની હાજરીની બાતમી પર સેનાની આરઆર બટાલિયન દ્વારા ગત રાતથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સેનાના જવાનો જીપ્સી અને અઢી ટનના વાહનમાં અન્ય વિસ્તારોમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ત્રણથી ચાર આતંકવાદીઓ જંગલમાંથી બહાર આવ્યા અને સેનાના વાહનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *