ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. આ દરમિયાન પ્રથમ વખત ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સ્વીકાર્યું કે ઇઝરાયેલ 7 ઓક્ટોબરના હુમલાને રોકવામાં નિષ્ફળ ગયું. નેતન્યાહુએ કહ્યું- 7 ઓક્ટોબરે હમાસના હુમલાને રોકવા માટે ભવિષ્યમાં મારી સાથે બધાએ જવાબ આપવો પડશે.
ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેઓ બુધવારે રાત્રે ટેન્ક સાથે ઉત્તર ગાઝામાં પ્રવેશ્યા હતા. તેઓએ હમાસના અનેક સ્થાનો અને રોકેટ પ્રક્ષેપણ સ્થાનોને નિશાન બનાવ્યા. બીજી તરફ જેરુસલેમ પોસ્ટના અહેવાલ પ્રમાણે ઈઝરાયેલ અમેરિકાની સલાહને સ્વીકારવા અને કેટલાક સમય માટે ગ્રાઉન્ડ એટેક મોકૂફ રાખવા માટે રાજી થઈ ગયું છે.
ઈરાને કહ્યું- ગાઝા હુમલા પાછળ અમેરિકા
બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ગાઝા પર ઈઝરાયેલના હુમલા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું- ઇઝરાયેલ હમાસ પર જે હુમલાઓ કરી રહ્યું છે તેની પાછળ અમેરિકા છે. ગાઝામાં થઈ રહેલા ગુનાઓનું નિર્દેશન અમેરિકા કરી રહ્યું છે. અમેરિકાના હાથ બાળકો, મહિલાઓ અને અન્ય ઘણા લોકોના લોહીથી રંગાયેલા છે. અમેરિકા ગુનેગારોનું સાથી છે.