ઈઝરાયેલની સેના હવે ગાઝામાં આર-પારની લડાઈમાં વ્યસ્ત છે. તેણે બુધવારે ઉત્તરી ગાઝા પર રાતોરાત ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલી ટેન્ક ગાઝામાં સતત આગળ વધી રહી છે જ્યારે હમાસના આતંકવાદીઓ તેમનો સામનો કરી રહ્યા છે. વેસ્ટ બેંકમાં એક ઇઝરાયેલી યુવક મૃત હાલતમાં મળી આવ્યા બાદ IDFએ ફરી એક મોટું ઓપરેશન શરૂ કર્યું. તેણે હમાસને જમીન, હવાઈ અને દરિયાઈ કામગીરીમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે.
ઇઝરાયેલી સૈન્ય દળોએ હમાસની પ્રથમ લાઇનનો નાશ કરવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગુરુવારે ઇજિપ્તની રફાહ બોર્ડર ક્રોસિંગ દ્વારા માનવતાવાદી સહાય વહન કરતી 62 ટ્રક ગાઝામાં પ્રવેશી હતી.
IDF એ ફરી એક મોટું અભિયાન શરૂ કર્યું
ઇઝરાયેલી મિલિટરી ફોર્સિસ (IDF) એ ગુરુવારે પશ્ચિમ કાંઠે એક ઇઝરાયેલી યુવક મૃત હાલતમાં મળી આવ્યા બાદ ફરી એક મોટું ઓપરેશન શરૂ કર્યું. તેમણે હમાસને જમીન, હવાઈ અને દરિયાઈ કાર્યવાહીમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું. હમાસના ડઝન જેટલા લડવૈયા માર્યા ગયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ત્યારે હમાસ આતંકવાદીઓ સામે બુધવારે રાત્રે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને લાંબી લડાઈ તરીકે ચિહ્નિત કરવામાં આવી હતી. ઇસ્લામિક આતંકવાદીઓનો ગઢ ગણાતા ગાઝા પટ્ટીની મુખ્ય વસ્તી સુધી યુદ્ધ પહોંચી ગયું છે. ઈઝરાયેલ નાગરિકોને ઉત્તરી ગાઝા છોડવા માટે કહી રહ્યું છે. ઈઝરાયેલે કહ્યું કે, તેણે ગાઝાને હમાસના આતંકવાદીઓથી હંમેશ માટે મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. ઇઝરાયેલના સૈન્ય કમાન્ડર બ્રિગેડિયર જનરલ ઇત્ઝિક કોહેને કહ્યું કે અમે ગાઝા શહેરના ગેટ પર છીએ.