બિગ બોસનો વિજેતા શું સાચે જ કરી રહ્યો છે સુષ્મિતા સેનની પુત્રીને ડેટ?

સુષ્મિતા સેનની મોટી પુત્રી રેની આજકાલ ચર્ચામાં છે. રેનીને બિગ બોસ વિનર સાથે જોયા બાદ યુઝર્સ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.’

બિગ બોસ 17’ના વિજેતાની જાહેરાત ગયા મહિને જ થઈ ગઈ છે. મુનવ્વર ફારુકીએ ‘બિગ બોસ 17’ સિઝનની ટ્રોફી જીતી છે. મુનવ્વર બિગ બોસ 17 સીઝનથી સતત ચર્ચામાં છે. સ્ટેન્ડઅપ કોમેડિયનના અંગત જીવનની પણ શો દરમિયાન ખૂબ ચર્ચા થઈ હતી. હવે બુધવારે રાત્રે મુનવ્વર સ્ટાઈલમાં પાર્ટીમાં પહોંચતો જોવા મળ્યો હતો. તે ઓફ-વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં હંમેશની જેમ સુંદર દેખાતો હતો, જે તેણે મેચિંગ સ્નીકર્સ સાથે પેર કરી હતી. પાર્ટીમાં મુનવ્વર બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની દીકરી રેની સેન સાથે પહોંચ્યો હતો.

ઈન્સ્ટન્ટ બોલિવૂડના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મુનવ્વર અને રેનીને એક જ કારમાં પાર્ટીમાં પહોંચ્યા અને થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. સુષ્મિતા સેનની મોટી દીકરી મુનવ્વર સાથે જોઈને યુઝર્સ આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, બિગ બોસ વિનર અને રેની સાથે ઓરી પણ હાજર હતી. પરંતુ, મુનવ્વર અને રેનીને એકસાથે જોઈને યુઝર્સે બંનેને સાથે જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

રેનીએ આઉટિંગ માટે પોતાનો લુક એકદમ કેઝ્યુઅલ રાખ્યો હતો. તેણે પીચ સ્ટ્રેપી ક્રોપ ટોપ અને બ્લુ ડેનિમ પહેર્યું હતું અને હાઈ હીલ્સ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. મુનવ્વર અને રેની પાર્ટીમાં સાથે પહોંચ્યા હોવા છતાં, તેઓએ પાપારાઝી માટે સાથે પોઝ આપ્યો ન હતો. નેટીઝન્સ તેમને એકસાથે જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છે. એકે ટિપ્પણી કરી, “સુષ્મિતા સેનની પુત્રી તેની સાથે શું કરી રહી છે?” બીજાએ પૂછ્યું, “સુષ્મિતા સેનની દીકરી ત્યાં કેમ છે?” ત્રીજા યુઝર્સ એ લખ્યું, “તે રેની છે? સુષ્મિતા સેનની દીકરી?”

રેનીએ 2021માં સુત્તાબાજી નામની શોર્ટ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે સુષ્મિતાની વેબ સિરીઝ તાલીમાં મહામૃત્યુંજય મંત્રને પણ પોતાનો અવાજ આપ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *