અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, અયોધ્યા રામ મંદિરની થીમ આધારીત પતંગ ઉડી અવકાશમાં

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આજથી શુભારંભ થઈ ગયો છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર અયોધ્યા રામ મંદિરની થીમ આધારીત પતંગ બની હતી.

અમદાવાદ રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અયોધ્યાના રામ મંદિરની થીમ આધારિત પતંગ ઉડાવવામાં આવી હતી. મહત્વનું છે કે રામ મંદિર થીમ આધારિત પતંગ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો છે . ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં અર્જેન્ટિના, બ્રાઝિલ, કોલંબિયા સહિતના 55 દેશના પતંગ રસિયાઓ ભાગ લઈ રહ્યાં છે. આ પ્રસંગે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5T – ટેલેન્ટ, ટેડ્રિશન, ટુરિઝમ, ટ્રેડ અને ટેક્નોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિઝન આપ્યું છે. વાઈબ્રન્ટ નવરાત્રિ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના માધ્યમથી ગુજરાતે હમેશાં પોતાની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ કરાવી છે. બે દાયકામાં પતંગ વેપાર વધ્યો છે અને પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 40 ટકા છે. ગુજરાતને પતંગ ઉદ્યોગ અને વેપાર માટેનું સૌથી રાજ્ય માનવામાં આવે છે. ઉદઘાટન સમારોહમાં પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. મુખ્યમંત્રીએ નાગરિકોને ઉત્સવની ઉજવણીમાં ભાગીદાર બનવા આમંત્રિત કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *