ચીનમાં ચાલી રહેલા એશિયન પેરાગેમ્સમાં આજે ભારતીય ખેલાડીઓ બતાવશે પોતાની તાકાત

ચીનના હોંગઝોઉમાં આજથી પેરા એશિયન ગેમ્સની શરુઆત થઇ ચુકી છે. જેમાં ભારત તરફતી 313 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ભારતીય ટીમનું નેતૃત્વ ટોક્યો પેરાલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અવની લેખરા અને ભાલા ફેંક ખેલાડી અમિત અંતિલ દ્વારા કરાયું હતું. આ તમામ ખેલાડીઓ પેરા એશિયન ગેમ્સની 22માંથી 17 રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ભારત પ્રથમ વખત રોઇંગ-કેનોઇંગ, લૉન બાઉલ, ટેકવેન્ડો અને બ્લાઇન્ડ ફૂટબોલમાં ભાગ લેશે. પેરા ગેમ્સમાં કુલ 43 દેશોના લગભગ ચાર હજાર ખેલાડીઓ 566 ગોલ્ડ મેડલ સ્પર્ધાઓમાં 22 રમતોમાં પોતાની તાકાત બતાવશે. આજે બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત અને સુકાંત કદમે એશિયન પેરા ગેમ્સમાં વિજય સાથે શરૂઆત કરી હતી .સુકાંત કદમે તેની ટુર્નામેન્ટની શરૂઆતમાં જીત હાંસલ કરી હતી. હવે તે માલદીવના અહેમદ ફયાઝ સામે રમશે. મિક્સ ડબલ્સમાં પ્રમોદ ભગત અને મનીષા રામદાસે થાઈલેન્ડના ચનિદા શ્રીનાવાકુલને હરાવ્યો હતો. પેરા એશિયન ગેમ્સ આગામી 28 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા એથ્લેટ્સની ભારતીય ટુકડીને અભિનંદન પાઠવતા કહ્યું કે ભારતનું પ્રતિનિધિત્વ કરતા દરેક એથ્લેટની જીવન યાત્રા પ્રેરણાદાયી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *