Indian Navy Action On Pirates: અન્ય જહાજને ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવવા પહોંચેલી ભારતીય નૌકાદળ પર ફાયરિંગ

ભારતીય નૌકાદળના ખોળામાં વધુ એક સિદ્ધિ આવી. ભારતીય નૌકાદળ એક જહાજને સોમાલિયન ચાંચિયાઓથી બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે બચાવ કામગીરી દરમિયાન ચાંચિયાઓએ નેવીના યુદ્ધ જહાજ પર પણ હુમલો કર્યો હતો. જોકે, નેવીએ ચાંચિયાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

જે જહાજને બચાવવામાં આવી રહ્યું છે, તે એમવી રૂએન છે, જેને ગયા વર્ષે ડિસેમ્બરમાં ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. આ જહાજ માલ્ટાનું હતું, જેનું અપહરણ થયા બાદ ચાંચિયાઓ દ્વારા જહાજોને હાઇજેક કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

ભારતીય નૌસેનાએ નિવેદનમાં જણાવ્યું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે જહાજને ચાંચિયાઓએ હાઇજેક કર્યું હતું. ત્યારે નૌકાદળે જહાજને ચાંચિયાઓના કબજામાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન નેવીએ ક્રૂ મેમ્બરમાંથી એક વ્યક્તિને બચાવી લીધો હતો. જોકે એમવી રૂએનનો ઉપયોગ ચાંચિયાઓ દ્વારા અન્ય જહાજોને લૂંટવા માટે કરવામાં આવી રહ્યો હતો.

ભારતીય નેવીએ કહ્યું કે ચાંચિયાઓ સામે આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જહાજ પર હાજર ચાંચિયાઓની ધપરપકડ કરવાની કવાયત શરૂ કરી છે. જોકે તેમને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. ચાંચિયાઓએ

14 માર્ચે ભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં સોમાલિયન ચાંચિયાઓથી બાંગ્લાદેશી જહાજને પણ બચાવી લીધું હતું. 12 માર્ચે 15-20 સશસ્ત્ર લૂંટારાઓએ હિંદ મહાસાગરમાં મોઝામ્બિકથી સંયુક્ત આરબ અમીરાત જઈ રહેલા બાંગ્લાદેશી વેપારી જહાજને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલા સમયે જહાજમાં બાંગ્લાદેશના 23 ક્રૂ મેમ્બર સવાર હતા. હાઇજેકની માહિતી મળતા જ નેવીએ જવાબી કાર્યવાહી કરીને જહાજને સુરક્ષિત બચાવી લીધું અને ક્રૂ મેમ્બર્સને પણ મુક્ત કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *