હવે ભારત બનાવશે ચીન કરતાં વધુ શક્તિશાળી રોકેટ ફોર્સ

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય નૌસેનાએ SLCM મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મિસાઈલ 402 કિમીની રેન્જ હાંસલ કરવામાં સફળ રહી હતી. આ વખતે 500 કિમીની રેન્જનું પરીક્ષણ કરવામાં આવશે.હિંદ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ પર ભારત ચાંપતી નજર રાખી રહ્યું છે. પાણીની અંદર બંને દેશોને કારમી હાર આપવા માટે ભારતીય સેના 500 કિમી રેન્જની સબમરીન-લોન્ચ્ડ ક્રૂઝ મિસાઈલ (SLCM)નું પરીક્ષણ કરવા જઈ રહી છે. ચીન અને પાકિસ્તાનના મનસૂબાઓને હવા અને જમીન તેમજ સમુદ્રમાં પરાસ્ત કરવા માટે ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે. આ અંતર્ગત ભારતીય સેના ચીન પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના PLARF જેવી પોતાની રોકેટ ફોર્સ તૈયાર કરી રહી છે અને SLCM મિસાઈલ પણ તેનો એક ભાગ છે.

16 ફેબ્રુઆરીએ, ભારતીય નૌકાદળે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં 500 કિમીની રેન્જ સાથે સબમરીનથી લોંચ કરાયેલી ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કરશે. મિસાઈલનું પરીક્ષણ એક વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં જ કરવામાં આવ્યું હતું, જ્યારે તેણે 402 કિમીની રેન્જ હાંસલ કરી હતી. આ મિસાઇલો પ્રોજેક્ટ 75I હેઠળ સબમરીન પર તૈનાત કરવામાં આવશે.

ચીનના પાંચ શહેરો થઈ શકે છે નષ્ટયુરેશિયન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર SLCMની 500 કિમીની રેન્જની મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવનાર છે અને તેણે પહેલા ટેસ્ટમાં 402 કિમીની રેન્જ હાંસલ કરી હતી. જો કે ભારતીય સેના તેની રેન્જ વધારીને 800 કિમી કરવાની યોજના ધરાવે છે. આ રીતે આ મિસાઈલ ચીનના પાંચ શહેરો પર હુમલો કરી શકશે. તેમાં શાંઘાઈ, હેંગઝોઉ, વેન્ઝોઉ, ફુઝોઉ અને ઝિઓમેનનો સમાવેશ થાય છે. SLCM ના બે પ્રકારો છે. જમીન પર હુમલો કરવા માટે લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલ્સ (LACM) અને નૌકાદળના જહાજોને નિશાન બનાવવા માટે એન્ટિ-શિપ ક્રૂઝ મિસાઈલ્સ (ASCM) છે.

ચીનનું PLARF શું છે?ચીની સૈન્ય પાસે PLA રોકેટ ફોર્સ (PLARF) છે, જે બેઇજિંગના જમીની બેલિસ્ટિક મિસાઇલોના શસ્ત્રાગારને નિયંત્રિત કરે છે. PLARF પાસે 40 બ્રિગેડ છે. બીજી તરફ ભારત પણ આવી જ રોકેટ ફોર્સ બનાવી રહ્યું છે. રોકેટ ફોર્સ બનાવવાની યોજના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આપી હતી. આ અંતર્ગત ટૂંકી અને મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઈલ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ 1500 કિમીની રેન્જની મિસાઈલ હશે. દેશની કંપનીઓ લાર્સન એન્ડ ટર્બો, ગોદરેજ, સમીર અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આ માટે ભાગીદારી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *