ભારત સેમીફાઈનલમાં પહોંચ્યું,100 રનથી હાર્યા બાદ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ઈંગ્લેન્ડની ટીમ

ICC વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડનો સામનો થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 9 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 129 રન જ બનાવી શકી હતી. ભારતીય બોલરો સામે ઈંગ્લિશ બેટ્સમેનોને કોઈ સફળતા મળી ન હતી. ભારતીય ટીમના શમીએ ચાર વિકેટ લીધી હતી. મહત્વનું છે કે ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે.

ભારતે હરાવ્યું ઈંગ્લેન્ડને 100 રનથી

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 29મી મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું અને જીત માટે સિક્સર ફટકારી છે. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે જ ઈંગ્લેન્ડ સેમિફાઈનલની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું હતું.

ભારતે 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડને હરાવ્યું વર્લ્ડ કપમાં

20 વર્ષના વર્લ્ડ કપ ઈતિહાસમાં ઈંગ્લેન્ડ સામે ભારતની આ પ્રથમ જીત છે. ભારતની છેલ્લી જીત 2003માં ઈંગ્લેન્ડ સામે થઈ હતી. જે બાદ 2011માં બંને ટીમો વચ્ચેની મેચ ટાઈ રહી હતી. ત્યાર બાદ વર્ષ 2019 માં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ડિફેન્ડિંગ ચેમ્પિયન 129 રનમાં ઓલઆઉટ

ભારતના 230 રનના જવાબ આપવા ઉતરેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બુમરાહે પાંચમી ઓવરના પાંચમા અને છઠ્ઠા બોલ પર ડેવિડ મલાન અને જો રૂટને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડ પર દબાણ બનાવ્યું હતું. આ પછી ઇંગ્લેન્ડની ઇનિંગને જાળવી શકી ન હતી અને સતત વિકેટો ગુમાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *