ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે ફરી એકવાર ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો જોરદાર વિરોધ કર્યો છે. ભારતે SCO ભાગીદાર દેશોને અન્ય દેશોની સાર્વભૌમત્વનું સન્માન કરવાનો પાઠ પણ શીખવ્યો. ભારત શરૂઆતથી જ ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલનો વિરોધ કરી રહ્યું છે.
ભારતે ગુરુવારે ફરી એકવાર ચીનની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)ને સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો. બિશ્કેકમાં એસસીઓની સરકારના વડાઓની પરિષદની 22મી બેઠકના અંતે એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન, પાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક,કઝાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાને ચીનના બીઆરઆઈ માટેના તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરી છે જેને ચીન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જે રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુખ્ય પ્રોજેક્ટ છે. જુલાઈમાં નવી દિલ્હીમાં યોજાયેલી SCO સમિટ દરમિયાન ભારતે BRIને સમર્થન આપ્યું ન હતું જ્યારે અન્ય સભ્યોએ પ્રોજેક્ટને ટેકો આપ્યો હતો.
60 બિલિયન યુએસ ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (BRIનો મુખ્ય પ્રોજેક્ટ) પર ભારતે ચીન સામે વિરોધ કર્યો હતો કારણ કે તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં બનાવવામાં આવી રહ્યો છે. બિશ્કેકમાં સમિટમાં ભાગ લેનાર વિદેશ મંત્રી .એસ જયશંકરે કહ્યું કે SCO સભ્યોએ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરીને એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરીને તેમજ આર્થિક સહયોગને પ્રોત્સાહિત કરીને પ્રદેશમાં સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની જરૂરીયા છે.