IND vs AUS: સૂર્યકુમાર યાદવે T20 સિરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દાઓ પર કરી વાત

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી20 સીરીઝ પહેલા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર અને રોહિત શર્માની વાત કરી હતી.

ODI વર્લ્ડ કપ 2023 પછી ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી અસાઇનમેન્ટ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 શ્રેણી છે, જેમાં સૂર્યકુમાર યાદવ ભારતનું નેતૃત્વ કરશે. શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે એટલે કે 23 નવેમ્બર, ગુરુવારે વિશાખાપટ્ટનમમાં રમાશે, જે પહેલા સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. વર્લ્ડ કપ અંગે તેણે કહ્યું કે વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારમાંથી બહાર આવવામાં સમય લાગશે.

આ સિવાય પ્રથમ વખત ભારતની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવે ટીમના નિયમિત સુકાની રોહિત શર્મા વિશે કહ્યું કે રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં ઉદાહરણરૂપ કેપ્ટનશીપ કરી. આ વર્લ્ડ કપમાં રોહિત શર્માએ જે પણ કર્યું તે સંપૂર્ણ પણે અલગ હતું. તેને જે કહ્યું હતું તે તેમણે કરી બતાવ્યું છે. ટીમ મીટિંગમાં જે પણ કહ્યુંતે તેમણે મેદાનમાં કર્યું. એક કેપ્ટન તરીકે તેણે ઉદાહરણરૂપ નેતૃત્વ કર્યું છે.

ODI વર્લ્ડ કપ બાદ હવે ચાહકો T-20 ક્રિકેટની મજા માણવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23મી નવેમ્બર એટલે કે ગુરુવારથી પાંચ મેચની T-20 સિરીઝ રમાશે. આ શ્રેણી માટે વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ટીમની કપ્તાની સૂર્યકુમાર યાદવને આપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામે T20 શ્રેણી (IND vs AUS T20) ની શરૂઆત પહેલા, સૂર્યકુમાર યાદવે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને યુવા ખેલાડીઓને ઉત્સાહિત કર્યા. તેમણે કહ્યું કે આપણે નવી શરૂઆત કરવી પડશે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાંચ મેચોની T20 સીરીઝ 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે જ્યાં પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે.

મેચ પહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યાએ પ્રેસ કોન્ફરન્સ કરી યુવા ખેલાડીઓને પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું કે આપણે નવી શરૂઆત કરવી પડશે.  હકીકતમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ T20 શ્રેણી (IND vs AUS T20)ની શરૂઆત પહેલા, સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, અમે જે રમતો રમવાના છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમામ ખેલાડીઓને મારો સંદેશ માત્ર એટલો જ છે કે નિર્ભય બનો અને ટીમને મદદ કરવા માટે ગમે તે કરો અને તેઓ આઈપીએલમાં પણ તે જ કરી રહ્યા છે, તેઓએ તાજેતરમાં ઘણું ઘરેલું ક્રિકેટ પણ રમ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *