IND vs AUS Final: અંબાણી, અદાણી અને બોલિવૂડ સ્ટાર્સ, આ છે વર્લ્ડ કપ ફાઈનલનું ગેસ્ટ લિસ્ટ

વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે. આ અવસર પર પીએમ મોદી, અંબાણી, અદાણી, બોલિવૂડ સ્ટાર્સ સહિત અનેક સેલિબ્રિટીઓ પણ મેદાનમાં હાજર રહેશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બર રવિવારે બે દિવસ બાદ શાનદાર મેચ થવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટૂર્નામેન્ટની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી છે પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ શરૂઆતમાં તેની બે મેચ હારી ગઈ હતી અને ત્યારબાદ શાનદાર વાપસી કરીને ફાઇનલમાં પહોંચી હતી.

PM નરેન્દ્ર મોદી આવશે ફાઈનલ મેચ જોવા

હવે આ બંને ટીમોની ફાઇનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યાં લગભગ 1.25 લાખ લોકોની બેઠક ક્ષમતા છે. ફાઈનલ મેચમાં ભારતને સમર્થન આપવા માટે એક લાખથી વધુ લોકો મેદાન પહોચશે. આવી સ્થિતિમાં આ મેચ જોવા માટે કેટલાક ખાસ લોકો પણ મેદાનમાં આવવાના છે. આમાં સૌથી ખાસ વ્યક્તિ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે મેદાન પર પહોંચશે.

મહેન્દ્ર સિંહ ધોની પણ રહેશે હાજર

આ સિવાય કેટલીક ખાસ રાજકીય હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સ્ટાર્સ, પૂર્વ ક્રિકેટરો પણ આ મેચ જોવા માટે મેદાનમાં આવી શકે છે. આમાંના સૌથી ખાસ લોકોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની હોઈ શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમએસ ધોની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે પણ મેદાનમાં જઈ શકે છે. ભારતે છેલ્લો વર્લ્ડ કપ 2011માં ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો અને ધોનીએ જ છેલ્લી સિક્સ ફટકારીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. છેલ્લા 12 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ધોની વિના વર્લ્ડ કપ રમી રહી છે. જોકે ફાઈનલ મેચમાં ટીમનું મનોબળ વધારવા માટે ધોની પણ મેદાનમાં આવી શકે છે. આવો અમે તમને આવા કેટલાક ખાસ લોકોની યાદી જણાવીએ, જેઓ આ મેચ જોવા માટે મેદાનમાં પહોંચી શકે છે.

પીએમ મોદી

કપિલ દેવ

એમ એસ ધોની

સચિન તેંડુલકર

અમિત શાહ

જય શાહ

રોજર બિન્ની

હાર્દિક પંડ્યા

રાજીવ શુક્લા

અંબાણી-અદાણી અને આ બોલિવૂડ સ્ટાર્સ આવશે

આ તમામ લોકો ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર, અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અને અન્ય ઘણા લોકો હાજર રહેશે.

બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો રણબીર કપૂર, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલોહત્રા, કિયારા અડવાણી, જ્હોન અબ્રાહમ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમિફાઇનલ મેચમાં મેદાન પર જોવા મળ્યા હતા. આ તમામ ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ પહોંચી શકશે. આ સિવાય અહેવાલો અનુસાર રજનીકાંત, અભિષેક બચ્ચન, સુનીલ સેઠી, કેએલ રાહુલની પત્ની આથિયા સેઠી, શાહરૂખ ખાન, આમિર ખાન, સોહેલ ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ સહિત ઘણા બોલિવૂડ સુપરસ્ટાર્સે ફાઈનલ મેચ જોવા આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *