PM મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ગણાય છે સુરત ડાયમંડ બુર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ નું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડાયમંડ બોર્સના ચેરમેન અને બોર્સ કમિટીના સભ્યો સહિત હીરા ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનિય છે કે, સુરતના ખાજોદ વિસ્તારમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્નરૂપ બનશે. આ ઓફિસ અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી માનવામાં આવે છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં SDB અને ડ્રીમ સિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 3400 કરોડના ખર્ચે સુરત ડાયમંડ બુર્સ નું નિર્માણ કરવામાં આવ્યું છે. તે 35.54 એકર જમીન પર બનેલ છે. સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટેનું મુખ્ય વેપાર કેન્દ્ર છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી એકબીજા સાથે જોડાયેલી ઇમારત છે. 4,500થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો પેન્ટાગોન કરતાં મોટી હોવાનું કહેવાય છે. આ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ અહીંથી 1.5 લાખ લોકોને રોજગારી મળશે.

અહીં 67000 લોકો, બિઝનેસમેન અને મુલાકાતીઓ સાથે મળીને કામ કરી શકે છે. બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા ઉચ્ચ સુરક્ષા ચોકીઓ, જાહેર જાહેરાત સિસ્ટમ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સભ્યો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે જેવી સુવિધાઓ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *