અમદાવાદ સિવિલ મેડીસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટ ખાતે ગુજરાતની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મેડીસીટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રિટેન્ડેન્ટ ,મેડિકલ કૉલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે અંદાજિત રૂપિયા ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ કૉલેજ શ્રવણ દોષ, સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે. બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડીસોડર્સ , ડેવલોપમેન્ટ લેંગ્વેજ, અવાજના રોગ , તોતડાપાડાની સમસ્યા, વચાઘાત , ખોરાક ગડવાની તકલીફ ,સમજવાની તકલીફ અવાજ ન નીકળવો, સંભળાવવાની નસ અને મધ્યકર્ણની તકલીફો જેવી તપાસ નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે.
આ ઉપરાંત કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને સેકન્ડ સેશન માટે આ કોલેજમાં થેરાપી આપવામાં આવશે. સ્કૂલ હેલ્થ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા દસ વર્ષમાં રાજ્યના 3,000 થી વધુ કોકલિયલ ઈમ્પ્લાન્ટ સર્જરી થઈ. અંદાજિત રૂ. ૨૧૦ કરોડના ખર્ચે આ સર્જરી બાળકોને વિનામૂલ્ય ઉપલ્બધ કરાવામાં આવી.