રાજકોટમાં પી.એમ. કિસાન યોજના હેઠળ લાભાર્થીઓના ઈ-કેવાયસી 21 ફેબ્રુઆરી સુધી ઝુંબેશ શરૂ

ભારત સરકારશ્રીની પી.એમ.કિસાન યોજના અંતર્ગત ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના લાભાર્થીઓને ૧૫મો હપ્તો મળેલ ન હોય તો ૧૫મો હપ્તો અને આગામી ૧૬મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવાના બાકી હોય તેવા ૧૫,૭૧૯ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજીયાત કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઈ-કેવાયસી તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે લાભાર્થીઓનું ઈ-કેવાયસી બાકી છે, તેવા લાભાર્થીઓએ ગ્રામ્ય કક્ષાએ/નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન થકી ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે.

ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકશ્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી, જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા “eKYC” કરાવી શકશે. ગ્રામ્યકક્ષાએ કોઈપણ યુવાન દ્વારા પી.એમ. કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી પી. એમ. કિસાનના લાભાર્થીનો આધાર ઓ.ટી.પી.નો ઉપયોગથી લોગ ઈન કરી અન્ય દસ લાભાર્થીઓનું ફેસ ઓર્થેટીકેશન દ્વારા ઈ-કેવાયસી થઈ શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *