મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે કે જો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમને NCP નેતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે. મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલ સેલને શનિવારે સાંજે અજાણ્યા નંબર પરથી આ મેસેજ મળ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો છે કે જો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 10 દિવસમાં રાજીનામું નહીં આપે તો તેમને NCP નેતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે.
મુંબઈ પોલીસને મેસેજ મળ્યો
મુંબઈ પોલીસ ટ્રાફિક કંટ્રોલ સેલને શનિવારે સાંજે અજાણ્યા નંબર પરથી આ મેસેજ મળ્યો હતો. પોલીસે કહ્યું કે ધમકીભર્યો મેસેજ કોણે મોકલ્યો તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
CMની સુરક્ષા સઘન
આ ધમકીની માહિતી યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષા ટીમને આપવામાં આવી છે અને સુરક્ષા કડક કરવામાં આવી છે.
એનસીપી (અજીત જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની થોડા દિવસો પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. વિજયાદશમીના દિવસે બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. બાબાની હત્યા તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ બહાર કરવામાં આવી હતી.