કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક ટેસ્ટ મેચ જીત્યા બાદ પણ ભારતીય ટીમ ICC રેન્કિંગમાં ટોચ પર રહી શકી નથી.
ભારતીય ટીમે કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતી છે. પરંતુ આ શાનદાર અને ઐતિહાસિક જીત બાદ પણ ટીમ ઈન્ડિયા ICC રેન્કિંગમાં નંબર વન પર રહી શકી નથી. નંબર વનનો તાજ ઓસ્ટ્રેલિયાના નામે થયો છે. જેને પાકિસ્તાનને સતત બે ટેસ્ટ મેચમાં હરાવ્યું.
ઓસ્ટ્રેલિયા ટોચ પર
સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચ હારી અને બીજી જીત મેળવનારી ભારતીય ટીમ ICC રેન્કિંગમાં 117 અને 3746 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ અને 3534 સાથે ટોચના સ્થાને છે.
ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાન પર
રેન્કિંગમાં આગળ વધીને ઈંગ્લેન્ડની ટીમ 115 અને 4941 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટીમ રેન્કિંગમાં ચોથા નંબર પર છે, જેનું રેટિંગ 106 અને 2536 પોઈન્ટ છે. આ પછી ન્યુઝીલેન્ડ 95 રેટિંગ અને 2471 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ છે. પાકિસ્તાનની ટીમ 92 રેટિંગ અને 2304 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તે પ્રથમ બે ટેસ્ટ હારી ગયું છે. સતત બે ટેસ્ટ હારવાને કારણે પાકિસ્તાનને રેન્કિંગમાં ઘણું નુકસાન થયું છે.
કેપટાઉનમાં ભારતે આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું
કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 55 રનમાં ઓલઆઉટ કરી દીધું અને પછી પ્રથમ દાવમાં 153 રન બનાવ્યા. આ પછી આફ્રિકાએ બીજી ઈન્ગ્સમાં 176 રન બનાવ્યા અને ભારતને 79 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.