યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા હૃદયની વાત દિલથી કરીએ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ હતી. શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગો, યુવાનોમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળ અને તે અંગેની ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ. યુ.એન.મહેતા હોસ્પિટલમાં કોરોના કાળ પહેલા હૃદયરોગના દર્દીઓમાં હાર્ટ એટેકના દર્દીઓની સરેરાશ સંખ્યા 8થી 11 ટકા પ્રતિ વર્ષ હતી, જે કોરોના બાદના વર્ષ 2023 સુધીના આંકડામાં પ્રમાણે સરેરાશ 12% જેટલી જોવા મળી છે. મેરેન્ગો સીમ્સ હોસ્પિટલમાં કોરોનાકાળ પહેલાના હાર્ટ એટેકના અથવા હૃદય રોગના દર્દીઓની સરેરાશ ટકાવારી 9.6% થી જે કોરોના બાદ પણ 9.7 ટકા જેટલી જ જોવા મળી હતી.
સ્ટર્લીંગ હોસ્પિટલમાં પણ કોરોના પહેલા હૃદય રોગના દર્દીઓની સંખ્યા સરેરાશ 11 ટકા જેટલી હતી જે કોરોના બાદ પણ 11.2% જેટલી જ જોવા મળી હતી. આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલમાં કોરોકાળ પહેલા યુવાનોમાં હ્રદયરોગના કારણે હાર્ટ અટેકની સરેરાશ ટકાવારી 6.3 ટકા હતી જે કોરોના કાળ બાદ સરેરાશ 6.1 ટકા થઇ છે. આમ કોરોના કાળ બાદ રાજ્યની કાર્ડિયાક હોસ્પિટલ્સમાં સરેરાશ કોઈ જ નોંધપાત્ર વધારો જોવા મળેલો નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય વિભાગ, અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં હૃદયની વાત દિલથી કરીએ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ. શહેરના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.