સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી, અમદાવાદમાં પણ પારો 42 ડિગ્રીએ

ગુજરાતમાં આજે સુરેન્દ્રનગરમાં સૌથી વઘુ ગરમી નોંધાઈ છે. ગરમીના પ્રમાણમાં બીજા નંબરે અમદાવાદ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ જઈને અટક્યો છે તો અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તો રાજકોટમાં 40.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

ગુજરાત રાજ્યમાં હાલ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગરમીના જોરમાં આંશિંક રાહત છે. 40 થી 42 ડિગ્રી સુધી સમગ્ર ગુજરાતમાં સરેરાશ તાપમાન નોંધાઈ રહ્યું છે અને આ કાળજાળ ગરમીમાં રાહત મેળવવા લોકો અલગ અલગ કાર્ય કરી રહ્યા છે.

હવામાન વિભાગે બીજી જૂન દરમિયાન કચ્છ પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા વિસ્તારમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.

ગુજરાત રાજ્યમાં આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે. તથા 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે. ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે કેટલાકા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *