Holi Special Train: રાજકોટ-લાલકુઆં વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, રાજકોટ-લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં હોળી સ્પેશિયલ (4 ટ્રીપ)

ટ્રેન નંબર 05046 રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ રાજકોટ થી સોમવાર, 25 માર્ચ, 2024 અને 01 એપ્રિલ, 2024 ના રોજ રાજકોટ થી 22.30 કલાકે ઉપડશે અને બુધવારે 04.05 કલાકે લાલકુઆં પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ, રવિવાર, 24 માર્ચ, 2024 અને 31 માર્ચ, 2024 ના રોજ લાલકુઆં થી 13.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.10 કલાકે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓ માં વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લુણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, ડેગાના, મકરાના, કુચામન સિટી, નાવા સિટી, ફુલેરા, જયપુર, દૌસા, બાંદિકુઇ, ભરતપુર, મથુરા, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, સોરોન શુકર, બદાયુન, બરેલી, બરેલી સિટી, ઇજ્જતનગર, ભોજી પુરા, બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 05046 નું બુકિંગ 14 માર્ચ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *