ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા માટે હેલ્પલાઈન સેવાનો કરાયો પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા માટે હેલ્પલાઈન સેવાનો કરાયો પ્રારંભ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા આગામી 11 માર્ચ 2024થી શરૂ થશે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ જાહેર પરીક્ષા માટે હેલ્પલાઈન સેવાનો પ્રારંભ કર્યો છે. જે આજથી કાર્યરત થશે.

11 માર્ચ 2024થી શરૂ થતી ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજથી હેલ્પલાઈન સેવાનો પ્રારંભ થશે. આ ટોલ ફ્રી સેવા વિદ્યાર્થી, વાલી અને શાળાના 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. નિષ્ણાંત દ્વારા આ હેલ્પલાઈનમાં સવારના 10 વાગ્યાથી સાંજના 6 સુધી માર્ગદર્શન અપાશે. માર્ગદર્શન માટે આ હેલ્પલાઈન નં. 1800 233 5500 પર કોલ કરીને સેવાનો લાભ લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *