ચીનમાં શ્વસન સંબંધી રોગ ફાટી નીકળતાં આરોગ્ય મંત્રાલય સલામતીના પગલાંની સમીક્ષા કરશે

ચીનના ઉત્તરીય ભાગમાં બાળકોમાં શ્વસન સંબંધી રોગોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શ્વસન સંબંધી રોગો સામે સજ્જતાના પગલાંની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સંકેત આપ્યો છે કે, કોઈ પણ ચેતવણીની જરૂર નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં, કેન્દ્રીય આરોગ્ય સચિવે તેમને તાત્કાલિક જાહેર આરોગ્ય અને હોસ્પિટલ સજ્જતા પગલાંની સમીક્ષા કરવાની સલાહ આપી છે. વરિષ્ઠ સ્તરે એચઆરની ઉપલબ્ધતા, હોસ્પિટલની પથારી, ઈન્ફલ્યુએન્ઝા માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો, પરીક્ષણ કીટ અને રીએજન્ટ્સ, ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરની કાર્યક્ષમતા, આરોગ્યસંભાળ સુવિધાઓમાં ચેપ નિયંત્રણ પદ્ધતિઓની ઉપસ્થિતિ માટે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.

કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ વર્ષની શરૂઆતમાં શેર કરવામાં આવેલી કોવિડ-19ના સંદર્ભમાં સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના માટે ઓપરેશનલ માર્ગદર્શિકા લાગુ કરવા સલાહ આપી છે. નોંધનીય છે કે, ડબ્લ્યુએચઓ દ્વારા શેર કરવામાં આવેલી તાજેતરની માહિતીમાં ચીનના ઉત્તરીય ભાગમાં શ્વસન સંબંધી રોગોમાં વધારો થવાનો સંકેત મળ્યો છે. ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, એસએઆરએસ-સીઓવી-2 વગેરે જેવા સામાન્ય કારણો આના માટે મુખ્યત્વે જવાબદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *