ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને પહેલીવાર ખિચડી મોકલવામાં આવી, આ ટેક્નોલોજીનો કરાયો ઉપયોગ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા લોકોને ભોજન આપવા માટે 6 ઈંચની પાઈપ લગાવવામાં આવી છે, જેના દ્વારા તેમને પહેલીવાર ખીચડી અને દાળ મોકલવામાં આવ્યા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 9 દિવસથી સુરંગમાં ફસાયેલા શ્રમિકો માટે પહેલીવાર ખીચડી અને દાળ જેવો ખોરાક પાઇપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેમને ડ્રાયફ્રૂટ્સ અને પાણી વગેરે મોકલવામાં આવતા હતા.

સોમવારે (20 નવેમ્બર) સુરંગમાં ફસાયેલા લોકોને 6 ઈંચની પાઈપ પહોંચાડ્યા બાદ તેમને ખીચડી, દાળ અને નારંગી મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરે ભૂસ્ખલન થયા બાદ સિલ્ક્યારા ટનલનો કેટલોક ભાગ તૂટી પડતાં 41 બાંધકામ કામદારો ફસાયા હતા. અત્યાર સુધી રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 ઈંચની કોમ્પ્રેસર પાઈપલાઈન દ્વારા કામદારોને હલકી ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવતી હતી.

સોમવારે બચાવ કાર્યકરો ટનલના અવરોધિત ભાગને ડ્રિલ કરવામાં અને કાટમાળમાં 53 મીટર લાંબી છ ઇંચ વ્યાસની પાઇપલાઇન નાખવામાં સફળ રહ્યા હતા. આના દ્વારા કામદારોને મોટા પ્રમાણમાં ખાદ્યપદાર્થો, સંદેશાવ્યવહારના સાધનો અને અન્ય આવશ્યક વસ્તુઓની સપ્લાય કરી શકાય છે.

‘ઓક્સિજન અને ખોરાક બંને મોકલી શકાય છે’
નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) ના ડિરેક્ટર અંશુ મનીષ ખલકોએ જણાવ્યું હતું કે, “આ 6 ઈંચની પાઈપ 53 મીટર લાંબી છે. અમારા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

‘પ્રથમ વખત તેમને ગરમ ખોરાક મોકલવામાં આવી રહ્યા છે’
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે કામદારો માટે ભોજન બનાવનાર રસોઇયા હેમંતે કહ્યું, “પ્રથમ વખત તેમને ગરમ ખોરાક મોકલવામાં આવી રહ્યો છે. ખીચડી, કઠોળ અને ફળો મોકલવામાં આવી રહ્યા છે. આ સિવાય સિઝનલ જ્યુસ, સફરજન અને સંતરા મોકલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *