લોકગાયિકા કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળી ગાડીના ગીત મામલે કોર્ટે ફટકાર્યો આટલો દંડ

ચાર ચાર બંગડીવાળી ગાડીના ગીતનો કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં લોકગાયિકા કિંજલ દવેને કોર્ટ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

સોંગની વાત કરીએ તો ઓરીજિનલમાં ગીત ઓસ્ટ્રલિયાના રોડ પર ફિલ્માવાયું છે. ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની નવેમ્બર 2015માં કરી હતી 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો.

લોકગાયિકા કિંજલ દવેનું ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ વાળું ગીત જ્યારથી હિટ થયું છે ત્યારથી કૉપીરાઇટ કેસમાં સપડાયું છે. સમગ્ર મામલો કોર્ટ ચડયો હતો. જેમાં આજે લોકગાયિકા કિંજલ દવેને ગીત અને શબ્દો વાપરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.કિંજલ દવેએ કોર્ટમાં માફી માંગી હતી પણ કોર્ટે માફી ન સ્વીકારતા 7 દિવસમાં 1 લાખ દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ મામલાની વાત કરીએ તો  20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.

કાર્તિક પટેલે તેના વકીલ મારફતે કોમર્શિયલ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે કિંજલ દવેને જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ ગીત ગાવા પર મનાઈ ફરમાવી હતી. જેની સામે કિંજલ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અને ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેની અરજી ગ્રાહ્ય રાખી છે. ગુજરાત હાઈકોર્ટે 2019માં કિંજલ દવેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કિંજલ દવે જાહેર કાર્યક્રમોમાં ચાર બંગડી વાળી ગાડી લઈ દઉ ગીત ગાવાની છુટ્ટી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *