અમેરિકામાં 3 સ્થળોએ ફાયરિંગ, 22 લોકોના મોત: 50 થી વધુને ઈજા

અમેરિકામાં આજે અલગ અલગ 3 સ્થળોએ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં કુલ 22 લોકોના મોત થયા છે જ્યારે 50 થી વધુ લોકેૃોને ઈજા પહોચી છે. જેમાંથી કેટલાયની હાલત ગંભીર છે. જેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને અંજામ આપનાર હુમલાખોરની તસવીર હાલ સામે આવી છે.

અમેરિકાના મેઈનના લેવિસ્ટનમાં એક રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે સામૂહિક ગોળીબારમાં 22 લોકોના મોત થયા છે. લગભગ 50 ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક છે. સીએનએન અનુસાર, પોલીસે લોકોને છુપાવવા કહ્યું છે કારણ કે હુમલાખોર હજુ સુધી પકડાયો નથી. તે વિસ્તારમાં છુપાયો હોવાના સમાચાર છે. તેનું નામ રોબર્ટ કાર્ડ હોવાનું કહેવાય છે.

હુમલાખોરે આવું કેમ કર્યું તે જાણી શકાયું નથી, પરંતુ તેની તસવીર સામે આવી છે. તે હાથમાં બંદૂક લઈને ગોળીબાર કરતો જોવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે 8 વાગ્યાની આસપાસ ત્રણ જગ્યાએ ગોળીબાર થયો હતો, જ્યારે લોકો પરિવાર અને મિત્રો સાથે હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *