દેશભરમાં ઉતરાયણનો તહેવાર બન્યો કાળ, રાજસ્થાન અને દિલ્હીમાં 14 લોકોના મોત, જામનગરમાં બાઈક અકસ્માતમાં બે ના મોત

દેશમાં ઉતરાયણનો તહેવાર કાળ બન્યો હતો. જેમાં રાજસ્થાન અને દિલ્હીમાં 14 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં તાપણું સળગાવાને કારણે 6 લોકોના મોત થયા હતા. જ્યારે સિકરમાં ભયાનક એક્સિડન્ટથી 6 લોકોના મોત થયાની ઘટના ઘટી હતી. ગુજરાતની વાત કરીએ તો જામનગરમાં પણ બાઈક એક્સિડન્ટમાં 2 યુવાનોના મોત થયા હતા.

દિલ્હીના અલીપુર અને ઈન્દરપુરી એરિયામાં ઉત્તરાયણના દિવસે તાપણું સળગવાને કારણે ફેલાયેલા ધૂમાડાને કારણે ગૂંગળામણને કારણે 6 લોકોના મોત થયાં હતા. દેશમાં ઉતરાયણનો તહેવાર કાળ બન્યો બન્યો છે. મકરસંક્રાંતિના દિવસે રાજસ્થાનના સિકરમાં નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયાં હતા. જ્યાં એક કાર ડિવાઇડર પરથી કૂદીને સામેથી આવી રહેલી બીજી કાર પર પડી હતી. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘાયલોમાંથી એકે પાછળથી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો.

જામનગરમાં બાઈક અકસ્માતમાં બે ના મોત

જામનગરના કાલાવડમાં બે બાઈક અથડાતા 2 લોકોના મોત થયાં હતા. બંને બાઈકચાલકો ખૂબજ ઝડપથી આવતા અથડાયા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *