નવરાત્રી દરમિયાન ચોટીલા મંદિરે દર્શનના સમયમાં કરાયો ફેરફાર, સવાર-સાંજની આરતી થશે આ સમયે

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ખેલૈયાઓ પણ ગરબાની રમઝટ માટે આતુરતા પૂર્વક તૈયારીઓ કરી રહ્યાં છે. બીજી તરફ માતાજીના યાત્રાધામોમાં પણ નવ દિવસની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ત્યારે નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓ ચોટીલાના દર્શને જતાં હોય છે ત્યારે મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનના સમયમાં ફેરફાર કરાયો હોવાની જાહેરાત કરાઈ છે. જેમાં નવરાત્રીના 9 દિવસ દરમ્યાન પગથીયાનો દ્વાર સવારે 04:30 વાગ્યે ખુલશે અને આરતીનો સમય 05:00 વાગ્યાનો રહેશે જ્યારે નવરાત્રી દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાનાં પ્રસિદ્ધિ ચામુંડા માતાજીના દર્શનાર્થે માટે નવરાત્રી દરમિયાન આરતી માટે સમય જાહેર

નવરાત્રી – 2024 સમય પત્રક :-

ચોટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજી ના મંદિરે તા.03/10/2024 થી તા.11/10/2024 નવરાત્રી દરમિયાન આરતી તેમજ હવાનાષ્ઠમી વગેરે નો સમય નીચે મુજબ નો રહેશે.

-: સવારની આરતી :-

નવરાત્રીના ૯ દિવસ દરમ્યાન પગથીયાનો દ્વાર સવારે ૦૪:૩૦ વાગ્યે ખુલશે અને આરતીનો સમય ૦૫:૦૦ વાગ્યાનો રહેશે જ્યારે નવરાત્રી દરમિયાન દરરોજ સાંજ ની આરતી નો સમય રાબેતા મુજબ સૂર્યાસ્ત ના સમય નો રહેશે.

-: હવાનાષ્ઠમી :-

તા.10/10/2024 ના રોજ ડુંગર ઉપર હવન થશે અને સાંજે 04:00 વાગ્યે બીડું હોમાશે

-: ભોજન પ્રસાદી :-

નવરાત્રી દરમિયાન હવાનાષ્ઠમી સિવાય ના આઠ નોરતા ના દિવસે મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદ નો સમય બપોરે 11:00 થી 02:00 વાગ્યા નો રહેશે. જ્યારે હવાનાષ્ઠમી ના દિવસે ભોજન-પ્રસાદ નો સમય બીડું હોમાયા પછી સાંજે 04:00 વાગ્યા નો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *