રાજકોટના ક્રિસ્ટલ મોલમાં વર્ષોથી ધમધમતા DMart ને આ કારણે બંધ કરાયું

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં વર્ષોથી ધમધમતા ડીમાર્ટને બંધ કરાવાયું છે. ફાયર NOC હોવા છતાં અનધિકૃત હોવાથી કાર્યવાહી કરાઈ છે. રાજકોટના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલમાં આશરે 12 વર્ષ કરતા વધુ સમયથી ડીમાર્ટ ધમધમતું હતું. 

ઉલ્લેખનીય છે કે, આ ડીમાર્ટ બેઝમેન્ટમાં હોવાને કારણે અગાઉ અનેકવાર ગેરકાયદે હોવાની રજૂઆતો થઈ હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. જોકે TRP અગ્નિકાંડ બાદ તંત્રએ ફાયર NOC તેમજ BU પરમિશન વિનાના એકમો સીલ કરવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત ફાયર NOC હોવા છતાં અનધિકૃત હોવાથી ડીમાર્ટ બંધ કરાવી દેવામાં આવ્યું છે. અન્ય ફાયર NOC તેમજ BU સર્ટિફિકેટ વિનાની મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે તારીખ 3૧/૦૫/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.3૧/૦૫/૨૦૨૪ ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૫૪ આસામીઓ પાસેથી ૩.૧૨૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૪૪૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોનના જવાહર રોડ, રેલનગર રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૫ આસામીઓ પાસેથી ૧.૦૫૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૫૪૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. 

વેસ્ટ ઝોનના શાસ્ત્રિનગર રોડ, મવડી રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૮ આસામીઓ પાસેથી ૧.૭૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૫૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્ટ ઝોનના નવાગામ રોડ, દુધ સાગર રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૧ આસામીઓ પાસેથી 0.૩૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૩૯૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવાંગ દેસાઇની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્પેસુ  કટર/ સેનેટરી સબ ઇન્પે ૧ારકટર દ્રારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *