વિશ્વનું સૌથી શક્તિશાળી સૌર વાવાઝોડું 20 વર્ષ બાદ 10 મે, શુક્રવારે ધરતી પર ટકરાયું હતું. આ સૌર વાવાઝોડાના કારણે તસ્માનિયાથી લઈને બ્રિટન સુધી આકાશમાં વીજળીના તેજ કડાકા થયા હતા. ઘણા સેટેલાઇટ અને પાવર ગ્રીડને પણ નુકસાન થયું હતું. સૌર વાવાઝોડાને કારણે વિશ્વના અનેક સ્થળોએ ધ્રૃવિય જ્યોતિ (અરોરા)ની ઘટનાઓ પણ જોવા મળી હતી. આ દરમિયાન, સૌર વાવાઝોડાને કારણે આકાશ રંગબેરંગી દેખાયું હતું. લદ્દાખથી લઈને ફ્લોરિડા સુધીના દુનિયાના અનેક શહેરોમાં આકાશ રંગબેરંગી દેખાયું છે.
અમેરિકન વૈજ્ઞાનિક સંગઠન ‘નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન’ (NOAA) અનુસાર, આ સૌર વાવાઝોડાની અસર સપ્તાહના અંત સુધી રહેશે. તે મુખ્યત્વે વિશ્વના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં જોઈ શકાય છે. પરંતુ જો તે શક્તિશાળી થશે તો તે અન્ય ઘણી જગ્યાએ દેખાઈ શકે છે. વિશ્વભરના સેટેલાઇટ ઓપરેટરો, એરલાઇન્સ અને પાવર ગ્રીડ ઓપરેટરો એલર્ટ પર છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન (NOAA)ના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર અનુસાર, પૃથ્વી પર આ સૌર વાવાઝોડું અનેક કોરોનલ માસ ઇજેક્શન (CMEs)ને કારણે આવ્યું છે. નોંધનીય છે કે સૂર્યની સપાટી પરથી પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રમાથી નીકળતી ઉર્જાને કોરોનલ માસ ઇજેક્શન કહેવામાં આવે છે.

સૌર વાવાઝોડું આવવાનું કારણ સૂર્યમાંથી કોરોનલ માસ ઇજેક્શન છે. ખરેખરમાં, કોરોનલ માસ ઇજેક્શન દરમિયાન, સૂર્યમાંથી આવતા કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. કણો પૃથ્વીમાં પ્રવેશ્યા પછી, એક રિએક્શન થાય છે, જેના કારણે કણો રંગબેરંગી રોશનીની જેમ દેખાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, કોરોનલ માસ ઇજેક્શનનો અર્થ થાય છે સૂર્યની સપાટી પરથી પ્લાઝ્મા અને મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય)નું નીકળવું.

સૌર વાવાઝોડું પૃથ્વી પરના મેગ્નેટિક ફિલ્ડને અસર કરે છે. આવા વાવાઝોડાને કારણે પાવર ગ્રીડને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત વિમાનોમાં પણ ખામી સર્જાઈ શકે છે. આ કારણે નાસા પણ તેના અવકાશયાત્રીઓને સૌર વાવાઝોડા દરમિયાન સ્પેસ સ્ટેશનની અંદર રહેવાની સલાહ આપી છે.

અમેરિકન નાસા (NASA) ની સોલાર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરી (Solar Dynamics Observatory) એ સૂર્યમાં આ વિસ્ફોટની તસવીર કેપ્ચર કરી છે. NASA એ જણાવ્યું હતું કે 10 મે, 2024 ના રોજ સૂર્યએ એક તેજસ્વી જ્વાળા (Solar Storm) બહાર કાઢી હતી. સૂર્યની જ્વાળા (Solar Storm) ઓમાં વધારો થવાને કારણે કોરોનામાંથી પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રોના કારણે coronal mass ejection નો ઉદભવ થયો હતો.

એક અહેવાલ આધારિત દર 11 વર્ષે સૂર્ય તેની સપાટી પરના સનસ્પોટ્સની માત્રા સાથે જોડાયેલી સૌર પ્રવૃત્તિના નીચા અને ઉચ્ચ સ્તરનો અભ્યાસ કરે છે. સૂર્યનું મજબૂત અને સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર આ અંધારિયા પ્રદેશોને ચલાવે છે. તેમાં કેટલાક પૃથ્વીના સમાન અથવા તેનાથી પણ મોટા હોઈ શકે છે. જીઓમેગ્નેટિક વાવાઝોડાને કારણે Northern lights માં તીવ્ર વધારો થયો છે, જે US થી Britain સુધી જોવા મળી છે.

નાસા (NASA) એ જણાવ્યું હતું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ગ્રહ પરના જીવનને અવકાશના કિરણોત્સર્ગથી સુરક્ષિત કરે છે. જોકે, સ્પેસ સ્ટેશન પૃથ્વીથી આશરે 400 કિલોમીટર ઉપર ભ્રમણ કરે છે. તેમ છતાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની નિકટતાને કારણે તેને રક્ષણ મળે છે. સૌર જ્વાળાને પૃથ્વી સુધી પહોંચવામાં 8 મિનિટ લાગે છે.