ગાંધીનગરના સંસ્કૃતિક કુંજ ખાતે નૃત્યકલાપર્વ ‘વસંતોત્સવ’ નો શુભારંભ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ કરાવ્યો છે. ૨૩મી ફેબ્રુઆરી સુધી દરરોજ સાંજે 7:00 થી રાત્રીના 10 વાગ્યા સુધી સંસ્કૃતિ કુંજ, સરિતા ઉદ્યાન ખાતે યોજાશે.
આ મહોત્સવમાં રાજસ્થાન, પંજાબ, અસમ,ઓરિસ્સા, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે. સાથે જ ગુજરાતના ખ્યાતના કલાકારો અને રાજ્યના વિવિધ પ્રસિદ્ધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવશે.
સંસ્કૃતિકુંજ ખાતે ઉભા કરાયેલા સ્ટોલમાં કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ બપોરે 02 થી રાત્રે 10 કલાક સુધી કરવામાં આવશે જેનો લાભ નગરજનો લઈ શકશે.