વાવાઝોડું દાનાએ અતિભયાનક રૂપ ધારણ કર્યું છે. વાવાઝોડું દાના મધદરિયે તાંડવ કરી રહી રહ્યું છે. દાના વાવાઝોડું આજે મોડી રાત્રે તટ સાથે ટકરાશે. પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તાર અને સાગર ટાપુ વચ્ચે ટકરાઈ શકે. ચક્રવાત દાનાના કારણે ઓડિશાથી પશ્ચિમ બંગાળ સુધી તબાહી મચાવી શકે છે. તટ સાથે ટકારાતા સમયે વાવાઝોડાની ગતિ 120 કિલોમીટર હોઈ શકે. 100થી 110ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
આંદામાન સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન દાનાએ ઓડિશા સહિતના પૂર્વ ભારતના રાજ્યોને હચમચાવી મૂક્યા છે. હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે આ તોફાન ઓડિશાના દરિયાકાંઠે ભારે તબાહી સર્જી શકે છે. રાજ્ય સરકારે તોફાનનો સામનો કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત દાના 24 ઓક્ટોબરે ઓડિશાના પુરી જિલ્લા અને પશ્ચિમ બંગાળના સાગર ટાપુ વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઓડિશા સરકારે આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યના 14 જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્ય સરકારની તૈયારીઓ:
સ્થળાંતર: ઓડિશા સરકારે તોફાનગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
રાહત શિબિરો: રાજ્યમાં 6 હજારથી વધુ રાહત શિબિરો બનાવવામાં આવ્યા છે.
બચાવ કામગીરી: નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF), ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF) અને ફાયર બ્રિગેડની 288 ટીમોને તૈનાત કરવામાં આવી છે.
શાળાઓ-કોલેજો બંધ: તોફાનની અસરગ્રસ્ત વિસ્તારોની તમામ શાળાઓ અને કોલેજો 25મી ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવાસીઓને પરત મોકલવા: પુરીમાં 3 હજારથી વધુ પ્રવાસીઓને સુરક્ષિત રીતે ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.
આ પરીક્ષા કરાઈ સ્થગિત
વાવાઝોડાને કારણે ઓડિશા સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (OPSC) 2023 ની પ્રારંભિક પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આ પરીક્ષા 27 ઓક્ટોબરે યોજાવાની હતી.
ઓડિશા અને બંગાળમાં ઘણી ટ્રેન કરાઈ રદ્દ
રાજ્યએ વધારાની NDRF ટીમો પણ મંગાવી છે. આ સિવાય ઓડિશામાં 150 અને બંગાળમાં 198 ટ્રેનો રદ કરવામાં આવી છે. ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ કહ્યું- લગભગ 6 હજાર રાહત શિબિરો બનાવવામાં આવી છે. પુરીમાં 3 હજારથી વધુ પ્રવાસીઓને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે અને આગામી ચાર દિવસ માટે હોટેલ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચક્રવાત દાના ઓડિશા માટે એક મોટો પડકાર છે. રાજ્ય સરકાર તોફાનનો સામનો કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહી છે. લોકોને સરકારના નિર્દેશોનું પાલન કરવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.