રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ નિમિત્તે વલસાડ- વાપીમાં સાયકલ રેલી નીકળશે

રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ નિમિત્તે 2 ડિસેમ્બર,2023ના રોજ ગુજરાત સરકારના “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો અને જાહેર માર્ગોની સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે તેમજ જિલ્લા કક્ષાએ વલસાડ અને વાપી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે સવારે 6-30 કલાકે વલસાડ સર્કિટ હાઉસ ખાતે સાયકલ રેલીને ફલેગ ઓફ કરશે. જે સાયકલ રેલી થઈ તીથલ અને તીથલ બીચથી સર્કિટ હાઉસ ખાતે પરત થશે તે દરમ્યાન તીથલ બીચની સફાઇ તથા વોકિંગ માટે આવેલા નાગરિકોને ગુલાબના ફૂલથી સન્માન કરવામાં આવશે તેમજ પ્લાસ્ટીકની થેલીના પ્રતિબંધના જાગૃતિ રૂપે કાપડની થેલીનું વિતરણ અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે.

વાપીમાં સવારે 8 કલાકે સાયકલ રેલી વીઆઇએથી શરૂ થઈ પ્રાઇમ સર્કલ-વંદે માતરમ સર્કલ- રેમન્ડ સર્કલ- રોટરી સર્કલ- અંબેમાતા મંદિર- મોરારજી સર્કલ- પ્રાઇમ સર્કલ થઇ વીઆઇએ ખાતે પરત થશે ત્યાર બાદ વૃક્ષારોપણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *