CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની જનહિતકારી યોજનાઓ અને સિદ્ધિઓના પુસ્તક – “સેવા સંકલ્પનું એક વર્ષનું” કર્યું વિમોચન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગની જનહિતકારી યોજનાઓ અને સિદ્ધિઓના પુસ્તક – “સેવા સંકલ્પનું એક વર્ષનું” વિમોચન કર્યું. 

પાણી પુરવઠા, જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં એક વર્ષમાં કરેલી વિવિધ જનહિતલક્ષી યોજનાની વિગતો આ પુસ્તકોમાં આપવામાં આવી છે. જે અનુસાર ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 549 કરોડની વિવિધ યોજનાઓના લોકાર્પણ કરવામાં આવ્યા, જ્યારે રૂ.969 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. પરિણામે રાજ્યમાં અંતરિયાળ ગામોમાં પાણી પહોંચ્યું. પુસ્તિકામાં રાજ્યમાં 72 લાખથી વધુ રેશનકાર્ડધારક પરિવારોના 3.54 કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ અંગેની વિગતો પણ સમાવિષ્ટ છે. 

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક પહેલાં મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આ ત્રણેય પુસ્તકોના વિમોચન કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *