Champions Trophy 2025: PCB પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાઈ તે પહેલા જ ગભરાયું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં થવાનું છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી. BCCI સેક્રેટરી જય શાહના સ્પષ્ટ ઇનકાર બાદ PCB સ્થળને લઈને સતત સવાલો ઉઠાવી રહ્યું છે. ભારતીય ટીમનો પાકિસ્તાન પ્રવાસ સંપૂર્ણપણે સરકાર પર નિર્ભર છે.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં આયોજિત થવાની છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી. સુરક્ષાના કારણોસર ભારત પાકિસ્તાનની મુલાકાત લેવાનો ઈન્કાર કરી રહ્યું છે અને હાઈબ્રિડ મોડલનો ઉપયોગ કરવાનું કહી રહ્યું છે. જોકે, PCB હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી.

મહત્વનું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ શ્રેણીની યજમાની કરશે. તેણે તે તમામ અહેવાલોને ફગાવી દીધા છે જેમાં આ શ્રેણીના સ્થળ બદલવાની વાત કરવામાં આવી હતી.

આ દરમિયાન તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પાકિસ્તાનની યજમાની અંગે ICCના અંતિમ નિર્ણયમાં અત્યાર સુધીના વિલંબ પર નારાજગી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *