અમદાવાદમાં ધમકશે કોલ્ડપ્લેનો જાદુ! 25 જાન્યુઆરીએ મોદી સ્ટેડિયમમાં જોવા મળશે લાઈવ પરફોર્મન્સ
વિશ્વભરના સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કરતાં બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે આખરે ભારત આવી રહ્યું છે. અને એટલું જ નહીં, ગુજરાતની ધરતી પર પણ કોલ્ડપ્લેનો જાદુ જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 જાન્યુઆરી, 2025ના રોજ કોલ્ડપ્લેનું લાઈવ કોન્સર્ટ યોજાશે. આ સમાચારથી અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ છે. કારણ કે આટલા મોટા કલાકારને પોતાના શહેરમાં જોવાની તક દરેકને મળતી…