અમેરિકામાં 3 સ્થળોએ ફાયરિંગ, 22 લોકોના મોત: 50 થી વધુને ઈજા

અમેરિકામાં આજે અલગ અલગ 3 સ્થળોએ ફાયરિંગ થયાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં કુલ 22 લોકોના મોત થયા છે જ્યારે 50 થી વધુ લોકેૃોને ઈજા પહોચી છે. જેમાંથી કેટલાયની હાલત ગંભીર છે. જેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને અંજામ આપનાર હુમલાખોરની તસવીર હાલ સામે આવી છે. અમેરિકાના મેઈનના લેવિસ્ટનમાં એક રેસ્ટોરન્ટમાં બુધવારે…

Read More

ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા સામે નહીં રમી શકે હાર્દિક પંડ્યા

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લિગામેન્ટની ઈજાને કારણે ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહી શકે છે. આ મેચ રવિવારે 29 ઓક્ટોબરે લખનૌમાં રમાશે. આ મેચ માટે તે ટીમ ઈન્ડિયા સાથે લખનઉ ગયો નથી. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA), બેંગલુરુમાં છે અને તેની ઈજાની સારવાર ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે…

Read More

ઈઝરાયેલની સેના ટેન્ક સાથે ગાઝામાં ઘુસી, હમાસના મિસાઈલ લોન્ચ પેડ્સને કર્યા નષ્ટ

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. આ દરમિયાન પ્રથમ વખત ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સ્વીકાર્યું કે ઇઝરાયેલ 7 ઓક્ટોબરના હુમલાને રોકવામાં નિષ્ફળ ગયું. નેતન્યાહુએ કહ્યું- 7 ઓક્ટોબરે હમાસના હુમલાને રોકવા માટે ભવિષ્યમાં મારી સાથે બધાએ જવાબ આપવો પડશે. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેઓ બુધવારે રાત્રે ટેન્ક સાથે ઉત્તર ગાઝામાં પ્રવેશ્યા…

Read More

NCERTના પુસ્તકમાં INDIA ને બદલે ‘ભારત’ની ભલામણ પર વિપક્ષ નારાજ

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના પુસ્તકોમાં સુધારા અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા ભલામણો કરવામાં આવી છે. જેમાં શાળાના પાઠ્યપુસ્તકોમાં ‘INDIA’ને બદલે ‘ભારત’ શબ્દનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આના પર ઘણા વિરોધ પક્ષોના નેતાઓએ ભારે વાંધો વ્યક્ત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધ્યું છે. સમાચાર એજન્સીની પ્રમાણે…

Read More

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ કહ્યું, ‘અમેરિકાના હાથ પેલેસ્ટિનિયન બાળકોના લોહીથી રંગાયેલા’

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા સૈયદ અલી ખામેનીએ કહ્યું કે હતુ કે પેલેસ્ટાઈન જરૂર જીતશે. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા સૈયદ અલી ખમેનીએ પેલેસ્ટાઈનમાં બાળકોના મોત માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. https://twitter.com/khamenei_ir/status/1717111263774360055?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1717111263774360055%7Ctwgr%5Ee8337d6455891f88d837a7ac13fa3b2dc38b1bee%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.abplive.com%2Fnews%2Findia%2Fisrael-hamas-war-iran-supreme-leader-ayatollah-ali-khamenei-said-america-killed-palestine-children-women-2522548 આયાતુલ્લા સૈયદ અલી ખમેનીએ…

Read More

ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને ખરાબ રીતે હરાવ્યું, લોકોએ સોશિયલ મીડિયા પર આપી ફની પ્રતિક્રિયા

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપમાં ત્રીજી જીત નોંધાવી છે. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપની પાંચમી મેચમાં નેધરલેન્ડને 309 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 399 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલે સદીની ઇનિંગ્સ રમી હતી. ગ્લેન મેક્સવેલે 40 બોલમાં…

Read More

ભારતના જાણીતા ક્રિકેટ ખેલાડી બિશનસિંહ બેદીનું આજે દિલ્હીમાં 77 વર્ષની વયે નિધન

ભારતના જાણીતા ક્રિકેટ ખેલાડી બિશનસિંહ બેદીનું આજે દિલ્હીમાં 77 વર્ષની વયે નિધન થયું છે. 2 અઠવાડિયા પહેલા તેમની સર્જરી થઈ હતી અને ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. ગૃહમંત્રી અમિત શાહે અને યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે દિગ્ગજ ક્રિકેટર બિશનસિંહ બેદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે,…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારીતા નિકાસ લીમીટેડની લોગો અને વેબસાઇટનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સહકારીતા નિકાસ લીમીટેડની લોગો અને વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં સહકારી નિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદમાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ઓર્ગેનિક ખેતીમાં ભારતને વિશ્વમાં મોખરે બનવાની વાત ઉચ્ચારી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે NCEL ના લોગો અને વેબસાઇટનું લોકાર્પણ કર્યું હતું. સંબોધન દરમિયાન…

Read More

ઈઝરાયલ હમાસ યુદ્ધનો આજે 17મો દિવસ, ઈઝરાયલના તીવ્ર હુમલાઓ બાદ ગાઝામાં સ્થિતિ વધુ વણસી

ઈઝરાયલ હમાસ યુદ્ધનો આજે 17મો દિવસ છે. ઈઝરાયલના તીવ્ર હુમલાઓ બાદ ગાઝામાં સ્થિતિ વધુ વણસી છે. પેલેસ્ટાઇનનો દાવો છે કે ઈઝરાયલે કરેલા હુમલામાં ગાઝાના 4651 લોકોના મોત થયા છે, જ્યારે 14245 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ હમાસના હુમલાથી ઈઝરાયલના 1400થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના 2 અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો….

Read More

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. પાલનપુર-અંબાજી હાઇવે પર નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ તૂટી પડતા રિક્ષા સહિત વાહનો કાટમાળ નીચે દબાયા હતા. આ ઘટનામાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે. દુર્ઘટનાના પ્રથમિક કારણો જાણવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન…

Read More