ઓપરેશન અજય હેઠળ અત્યાર સુધીમાં પાંચ વિમાનો દ્વારા લગભગ 1 હજાર 200 લોકોને ઈઝરાયેલથી સ્વદેશ લાવવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે, ઓપરેશન અજય હેઠળ અત્યાર સુધીમાં પાંચ વિમાનો દ્વારા લગભગ 1 હજાર 200 લોકોને ઈઝરાયેલથી સ્વદેશ લાવવામાં આવ્યા છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, આ નાગરિકોમાં 18 નેપાળી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. શ્રી બાગચીએ કહ્યું કે, ભારત દ્વારા પરિસ્થિતિના આધારે તેલ અવીવથી વધુ ફ્લાઇટ્સનું…

Read More

સામાજિક એકતા અને સમાનતા રાષ્ટ્રને વિકાસના માર્ગે લઈ જાય છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે, સામાજિક એકતા અને સમાનતા રાષ્ટ્રને વિકાસના માર્ગે લઈ જાય છે. બિહારના મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સમૃદ્ધિ માટે સાદગી અને સત્યતા જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સૂચવેલા માર્ગને અનુસરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, પ્રાદેશિક વિવિધતા અને વિશિષ્ટતાઓને…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં 511 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારત, માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે કુશળ વ્યાવસાયિકો તૈયાર કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આજે વર્ચુઅલ માધ્યમથી મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદઘાટન કર્યું… શ્રી મોદીએ કહ્યું કે, આવા કૌશલ્ય વિકાસ કેન્દ્રો દેશના યુવાનોને વૈશ્વિક તકો માટે તૈયાર કરશે.  તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની…

Read More

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે 19મી એશિયન ગેમ્સમાં ચંદ્રક જીતવા બદલ સશસ્ત્ર દળોના જવાનોને રોકડ પુરસ્કાર આપવાની કરી જાહેરાત

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ગઈકાલે 19મી એશિયન ગેમ્સમાં ચંદ્રક જીતવા બદલ સશસ્ત્ર દળોના જવાનોને રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સુવર્ણ ચંદ્રક વિજેતાઓને 25 લાખ રૂપિયા અને રજત ચંદ્રક વિજેતાઓને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે કાંસ્ય ચંદ્રક વિજેતાઓને 10 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. નવી દિલ્હીમાં સંરક્ષણ સેવાઓના ખેલાડીઓના સન્માન સમારોહને સંબોધતા,…

Read More

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે છે. તે પટના ખાતે બિહારના ચોથા કૃષિ રોડ મેપ 2023-2028નું લોકાર્પણ કરશે. રાષ્ટ્રપતિ તેમના બિહાર પ્રવાસ દરમ્યાન આવતીકાલે મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહને સન્માનિત કરશે.  રાષ્ટ્રપતિ મુર્મુ દક્ષિણ બિહારની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા માટે ગયાની પણ મુલાકાત લેશે.

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગગનયાન મિશનની પ્રગતિની કરી સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા કરી વૈજ્ઞાનિકોને નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા માટે આહ્વાન કર્યું છે, 2035 સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવા અને 2040 સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલવાનું લક્ષ્ય રાખવા માટે વૈજ્ઞાનિકોને તેમણે આહ્વાન કર્યું. આ વિઝનને સાકાર કરવા માટે, અવકાશ વિભાગે ચંદ્ર સંશોધન માટે રોડમેપ બનાવવો જોઈએ….

Read More

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 13ના મોત, અનેક ઘાયલ

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંની બે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે 13 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત વિરુધુનગર જિલ્લામાં થયો હતો. તમિલનાડુના વિરુધુનગરમાં મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બે અલગ-અલગ વિસ્ફોટોમાં 13 લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જીવ ગુમાવનારા લોકો દિવાળીના કારણે ઓવરટાઇમ કામ કરી…

Read More

Gaganyaan Mission: પ્રથમ ટેસ્ટ ઉડાન જોવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ISRO એ કરી લિંક શેર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સોમવારે કહ્યું કે તે ગગનયાન મિશન હેઠળ 21 ઓક્ટોબરે ટેસ્ટ ઉડાન લોન્ચ કરશે. ક્રૂ એસ્કેપ સિસ્ટમની ઇનફ્લાઇટ એબોર્ટ ટેસ્ટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) સાથે હાથ ધરવામાં આવશે. ISRO તરફથી મળેલી માહિતી અનુસાર, જનતા આ પ્રક્ષેપણને શ્રીહરિકોટાથી જોઈ શકે છે. આ માટે તેઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઈન્ડિયન સ્પેસ…

Read More