GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં કરાયો ફેરફાર, આ તારીખે લેવાશે પરીક્ષા
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે….