Gujarat: મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આવતીકાલે યોજાશે

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 26 નવેમ્બર, 2023 (રવિવાર)ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે. મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 26 નવેમ્બર, 2023ના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00 થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં…

Read More

મારી માટી મારો દેશ સૂત્રને કૃષિ ક્ષેત્રમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરતા પ્રગતિશીલ ખેડૂત વિજય જાદવ

મારી માટી મારો દેશ; સૂત્રને કૃષિ ક્ષેત્રમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરતા રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામના ખેડૂત પુત્ર વિજય જાદવે જણાવ્યું કે, કોઈ પણ પાકનો આધાર માટીમાં સમાયેલા વિવિધ તત્વો પર રહેલો છે. જમીનની ફળદ્રુપતા વધારવા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખુબ જ મહત્વનું કામ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે જમીનની માટીને…

Read More

મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલ શરુ કરવામાં આવી

મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે જસદણ તાલુકાના બાખલવડ ખાતે આલણ સાગર ડેમની કેનાલમા પાણીના વધામણા કરી કેનાલ શરુ કરવામાં આવી હતી. આ તકે મંત્રીએ સ્થાનિકોને સંબોધતા કહ્યું હતું કે, જસદણ તાલુકાની પાણીની સમસ્યા આજે ભૂતકાળ બની ગઈ છે. આજે નર્મદાના નીર અહીં સુધી પહોંચ્યા છે. આ કેનાલના શરૂ થવાથી જસદણ વિસ્તારના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું…

Read More

રાજ્ય સરકારનો TRB જવાનોના હિતમાં નિર્ણય, TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય રખાયો મોકૂફ

TRB જવાનોને લઈ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. TRB જવાનોને છૂટા કરવાના નિર્ણય મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જે બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ…

Read More

આગામી 24 થી 28 નવેમ્બર દરમ્યાન રાજ્યમાં માવઠાની આગાહી, માવઠાને લઈ ખેડૂતો અને માર્કેટયાર્ડનાં વેપારીઓને સૂચના

આગામી તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ડીસામાં માવઠાની આગાહીને લઈ ખેડૂતોને પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના ડીસા એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રિ-ડેવલપમેન્‍ટ પ્રક્રિયાને વેગ આપવા જનહિતકારી નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 7 પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય, ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરાશે

રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બરમાં યોજાનારી સાત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો…

Read More

રાજકોટમાં લાયસન્સ-મંજૂરી વગર ફટડકા વેંચતા 12 ધંધાર્થીઓ સામે ફરિયાદ

દિવાળીને તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારને લઈ ઠેર-ઠેર ફટાકડાના સ્ટોલ શહેરોની બજારમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ લાયસન્સ કે મંજૂરી વગર ફટાકડા વેચતા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં દિવાળીને લઈ અનેક જગ્યાએ ફટાકડાના સ્ટોલની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 12 જેટલા ધંધાર્થીઓ કોઈપણ પ્રકારના…

Read More

દિવાળીનું એકસ્ટ્રા સંચાલન : રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને વધુ 25 એસ.ટી બસોની ભેટ

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે…

Read More

રાજકોટ: કપાસમાં વીણી દરમ્યાન અને પાક અવસ્થા પૂર્ણ થયા બાદ આ પગલા લઈ શકાય

કપાસમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે વીણી દરમ્યાન અને પાક અવસ્થા પુરા થયા બાદ લેવાના પગલાં કપાસનો બિનજરૂરી લાંબા સમય સુધી સંગ્રહ ન કરતાં સત્વરે માલ બજારમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવી. કપાસની વીણી હંમેશા સવારે ૧૦ વાગ્યા પછી સંપૂર્ણ ખુલ્લેલાં જીડવામાંથી કરવી. પ્રથમ વીણી વખતનો કપાસ અલગ રાખવો અને તેનો સંગ્રહ નવી અને ચોખ્ખી કાપડની બેગમાં…

Read More