શકિત પીઠ અંબાજીનાં દર્શને પધારશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે આવવાના હોય તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર અંબાજીની સાફ-સફાઇ કરવામાં આવી છે. અનેક સંસ્થાના લોકો, અધિકારીઓ અને નેતાઓએ અંબાજીમાં સફાઈ કરી શ્રમ દાન કર્યું હતું.. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ત્રણ લેયર સુરક્ષા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.. પ્રધાનમંત્રી ચીખલા હેલીપેડ ખાતે ઉતરીને અંબાજી મંદિરે સાડા…