ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રતન ટાટાને 20 હજાર દીવાઓની અનોખી શ્રદ્ધાંજલિ
શરદ પૂર્ણિમાની રાત્રે ગિફ્ટ સિટી ક્લબમાં એક અનોખો નજારો જોવા મળ્યો. હજારો દીવાઓએ રાત્રિને ચાંદનીથી વધુ ચમકાવી મૂકી હતી. આ દીવાઓનું આયોજન કોઈ તહેવાર કે ઉત્સવ માટે નહીં, પરંતુ ભારતના વિશિષ્ટ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કરવામાં આવ્યું હતું. 20,000થી વધુ દીવાઓથી સજ્જ આ કાર્યક્રમમાં રતન ટાટાના જીવન અને કાર્યોને યાદ કરીને તેમને…