મોરબી, ટંકારા તેમજ વાંકાનેર આઇ.આર.ડી. શાખાની કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ હાથ ધરાયું

મોરબીમાં જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી, ટંકારા તેમજ વાંકાનેર આઇ.આર.ડી. શાખાની કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં મોરબી, ટંકારા તેમજ વાંકાનેર આઇ.આર.ડી. શાખાની કચેરી વગેરે કચેરીઓમાં…

Read More

પુરવઠા મંત્રી કુંવરજી સાથેની બેઠક બાદ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાયાના સમાચાર સામે આવ્યા છે. આજે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠક થઈ હતી. જે બેઠક સફળ રહી હતી. અને સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે સુખદ અંત આવી ગયો છે. રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું…

Read More

કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ 

કચ્છમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલની વાત કરીઅ તો  4.1ની તીવ્રતા નોંધાઈ હતી. અને તેનું કેન્દ્રબિંદુ દુધઇથી 29 કિલોમીટર દૂર હતું. કચ્છની ધરતી પર ભૂકંપના આંચકા આજે પણ યથાવત રહેવા પામ્યા હતા. આજે ફરી એક વખત દુધઈ નજીક 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાતા  લોકોમવા ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ કચ્છમાં હજુ ગઇકાલે દુધઇ…

Read More

GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં કરાયો ફેરફાર, આ તારીખે લેવાશે પરીક્ષા

GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પહેલા 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવામાં આવશે….

Read More

આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત, અંબાજી મંદિરમાં કર્યા દર્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી માતાના દર્શન કર્યા. યાત્રાધામ અંબાજીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરાયું. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. પીએમના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું ભવ્ય સ્વાગત કરાયું…

Read More

શકિત પીઠ અંબાજીનાં દર્શને પધારશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે શક્તિપીઠ અંબાજી ધામ ખાતે આવવાના હોય તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર અંબાજીની સાફ-સફાઇ કરવામાં આવી છે. અનેક સંસ્થાના લોકો, અધિકારીઓ અને નેતાઓએ અંબાજીમાં સફાઈ કરી શ્રમ દાન કર્યું હતું.. પ્રધાનમંત્રીની સુરક્ષા માટે ત્રણ લેયર સુરક્ષા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.. પ્રધાનમંત્રી ચીખલા હેલીપેડ ખાતે ઉતરીને અંબાજી મંદિરે સાડા…

Read More

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં બની રહ્યું છે યાત્રિક ભવન, 20 વિઘામાં 150 કરોડથી વધુના ખર્ચે બની રહ્યું યાત્રિક ભવન

સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરની નજીકમાં 150 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમ ધરાવતું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવી રહ્યુ છે. આ ભવન 20 વીઘામાં પથરાયેલાં પતંગિયા જેવી આકૃતિ આ ભવન ગેસ્ટ હાઉસ હશે. જેમાં એકસાથે ચાર હજારથી…

Read More

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પુલ ધરાશાયી થવાની દુર્ઘટના બની છે. પાલનપુર-અંબાજી હાઇવે પર નિર્માણાધીન પુલનો કેટલોક ભાગ તૂટી પડતા રિક્ષા સહિત વાહનો કાટમાળ નીચે દબાયા હતા. આ ઘટનામાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે. દુર્ઘટનાના પ્રથમિક કારણો જાણવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન…

Read More