મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-અર્ચન કર્યા
ખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમના જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન , પૂજ્ય નીરૂમાની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા…