VGGS 2024: ‘પેટ્રો કેપિટલ’ ગુજરાત આવતીકાલના રોજ કેમિકલ અને પેટ્રોકેમિકલ પર પ્રિ-સમિટ સેમિનાર યોજાશે

મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી એ જણાવ્યું છે કે,10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર 23 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો ઉદ્દેશ વિશ્વભરના પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને…

Read More

મંત્રી નિવાસસ્થાને પોતાના કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક ખેતી કરી નાગરિકોને પ્રેરણા આપતા શિક્ષણ રાજ્ય મંત્રી

દેશનું ભવિષ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે પ્રાકૃતિક ખેતી કરવા માટે સદાય દેશવાસીઓને પ્રેરિત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આ વિષયને મુહિમ બનાવી રાજ્યભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાના કિચન…

Read More

રાજ્યપાલે ગાંધીજીના મૂળ આદર્શને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવાનું આહ્વાન કર્યું

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આજે ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠકમાં સભ્યોને ભારપૂર્વક જણાવ્યુ કે ગાંધી વિચારો પર કાર્યરત આ સંસ્થાઓમાં ગાંધીજીના મૂળ આદર્શોનું મજબૂતાઈ સાથે પાલન થાય; એ સુનિશ્ચિત કરવાની જરૂર છે. તેમણે તમામ સભ્યોને આ સંસ્થાઓમાં ગાંધીજીના વિચાર-દર્શનને અનુરૂપ તમામ ગાંધી સંસ્થાઓને ‘નવજીવન’ આપવાની અપીલ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠ મંડળની વર્ષ 2023-24ની ચોથી બેઠક…

Read More

ગુજરાતમાં ફરી કોરોના, રાજ્યમાં નોંધાયા નવા બે કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એકવાર એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતના ગાંધીનગરમાં કોરોનાના બે નવા કેસ નોંધાયા છે. નોંધાયેલા કેસની વાત કરીએ તો બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાની માહિતી મળી રહી છે. કોરોના પોઝિટિવ આવેલા બંન્ને વ્યક્તિ સેક્ટર- 6ના રહેવાસી છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના ભાગરૂપે સેમ્પલ જીનોમ સિકવન્સ માટે મોકલી અપાયા છે….

Read More

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો 10 જાન્યુઆરીએ PM મોદી કરાવશે પ્રારંભ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નકેન્દ્ર મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કરાવશે. મહત્વનું છે કે, વિશ્વના અનેક દેશોના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, વડાઓ તેમજ CEOS ઉપસ્થિતિ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર અગ્રિમ સ્થાન અપાવવા વર્ષ 2003થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું…

Read More

રાજ્યમાં વધુ એક પરીક્ષા રદ્દ, GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી આ કારણે રદ્દ

GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરવામાં આવી છે. મહત્વનું છે કે પોલ ટેસ્ટમાં નિયમોનું પાલન ન કરવા બદલ સમગ્ર ભરતી પ્રક્રિયાને રદ્દ કરવામાં આવી છે. જેટકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ કરવામાં આવી છે. રાજકોટ,ભરૂચ અને મહેસાણાની ઝોનની વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરી…

Read More

ખંભાત બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામુ આપ્યું છે. ગુજરાતમાં 182 સભ્યોની વિધાનસભામાં AAP MLA ભૂપત ભાયાણીના રાજીનામાં…

Read More

ગુજરાત ટુરિઝમની પ્રી-વાઈબ્રન્ટ સમિટે કાર્બન ન્યુટ્રાલિટી હાંસલ કરી, ઊર્જા વપરાશમાં 68% ઘટાડો જોવા મળ્યો

આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે, ATOAI નું 15મું વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023 એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશનના સહયોગથી 16-18 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. આ કન્વેન્શને ‘કાર્બન-ન્યુટ્રલ’ ઇવેન્ટ તરીકે સફળતાપૂર્વક સમાપન કરીને સસ્ટેનેબિલિટીનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો. ત્રણ દિવસીય કોન્ફરન્સ માટે…

Read More

નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વધુ એક નવતર કદમ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” ઇ-પોર્ટલ લોન્ચ કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રિ-વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજીત ‘લિવેબલ સિટીઝ ઑફ ટુમોરો’ કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઈમારતો, બહુમાળી…

Read More

મત્સ્ય ઉત્પાદન અને મત્સ્યોદ્યોગને વેગ આપતો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. જેટલો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય છે. જ્યાં મત્સ્ય ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ વધારે છે. છેલ્લા બે દશકામાં ગુજરાતમાં મત્સ્ય ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયો છે. પરંતુ છેલ્લા ૫ વર્ષ દરમિયાન દેશ સહિત ગુજરાતના મત્સ્ય ઉત્પાદનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં દર વર્ષે સતત વધારો થાય તે…

Read More