INDvAFG: ઈન્દોરમાં જીતથી ખુશ થયા કેપ્ટન રોહિત શર્મા, આ ખેલાડીઓના કર્યા વખાણ

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે બીજી T20 મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 173 રન બનાવીને મેચની સાથે સાથે શ્રેણી પણ જીતી લીધી હતી. મેચમાં જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મેચ પોસ્ટ પ્રેઝન્ટેશન દરમિયાન ખૂબ જ ખુશ દેખાતા હતા. મેચ જીત્યા બાદ તેણે મોટું નિવેદન આપ્યું છે.

ભારતે અફઘાનિસ્તાનને બીજી T20 મેચ (IND vs AFG)માં 6 વિકેટથી હરાવ્યું અને શ્રેણી 2-0થી કબજે કરી લીધી. ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે જ્યારે તમે આવું પ્રદર્શન જુઓ છો ત્યારે તમે ખરેખર ગર્વ અનુભવી શકો છો.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી T20 મેચ આજે ઈન્દોરમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુલબદ્દીન નાયબે 9 વર્ષ બાદ અડધી સદી ફટકારી હતી. તે 53 રન બનાવીને આઉટ થયો હતો. અર્શદીપે ત્રણ વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને બિશ્નોઈને બે-બે વિકેટ મળી હતી.

અફઘાનિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): 

રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટ કીપર), ઇબ્રાહિમ જારદાન (કેપ્ટન), અજમતુલ્લા ઉમરજઇ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ જારદાન, કરીમ જનત, ગુલબદ્દીન નાયબ, નૂર અહેમદ, ફઝલહક ફારૂકી, નવીન-ઉલ-હક, મુજીબ ઉર રહેમાન.

ભારત (પ્લેઈંગ ઈલેવન): 

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *