સંસદની સુરક્ષામાં ચૂક: CRPF DG અનીશ દયાલની અધ્યક્ષતામાં કમિટીની રચના, આરોપીઓ વિરુદ્ધ UAPA લાગુ

આજે સંસદમાં બનેલી ઘટનાને લઈને તેના પડઘા ચો તરફ પડ્યા હતા. ત્યારે બુધવારે રાતે સુરક્ષામાં થયેલી ચૂક મામલે CRPF DG અનીશ દયાલની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં કેટલાક નિષ્ણાતોને કમિટીમાં સામેલ કરવામાં આવશે.

સંસદ ભવનની અંદર અને બહાર કલર સ્મોક ફટાકડા છોડવા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાના મુદ્દાએ દિલ્હી પોલીસ સહિત તમામ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ઘટનાસ્થળેથી ચારેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ વિવિધ એજન્સીઓએ તેમની પૂછપરછ શરૂ કરી હતી. સ્પેશિયલ સેલમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 120B એટલે કે ગુનાહિત ષડયંત્ર અને UAPA લાગુ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *